જામનગરમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ 45 હજાર ઉપરાંતના મુદ્દામાલની તસ્કરી કરી

જામનગરમાં દરબાર ગઢ પાસે રહેતા એક પરિવારના ઘરમાં વહેલી સવારના અરસામાં તસ્કરી થઇ હોવાનો બનાવ સીટી એ ડીવીજન પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં રોકડ ઉપરાત દાગીના સહીત રૂપિયા 45 હજાર ઉપરાંતના મુદ્દામાલની તસ્કરી થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘરના મોભી એવા દંપતી નમાજ અદા કરવા ગયા હતા અને તેના બે પુત્રો સુતા હતા. આ દરમિયાન તકનો લાભ લઈ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સપ્તાહ પૂર્વે થયેલી તસ્કરી અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં દરબારગઢ પાછળ મોદીવાડ વેજલાની ડેલીમાં રહેતા સેફુદીનભાઇ મહમદઅલી ગીરનારી નામના નાના વેપારીના ઘરે વહેલી સવારના અરસા દરમિયાન કોઈ જાણભેદુ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સેકૂદીનભાઈ અને તેના પત્ની વહેલી સવારના અરસામાં નમાજ પઢવા ગયા હતા. જયારે તેના બે પુત્રો અને બહેન સુતા હતા. આ સમયે તસ્કરે ઘરમાં પ્રવેશી વેપારીના પાકીટમા રાખેલા રોકડા રૂ.1800 તથા તેના પુત્રના ખીસ્સામાંથી રોકડા રૂ.5000, ઘરના કબાટમા રાખેલા રૂપિયા 20 હજારની ચાર નંગ સોનાની બંગડીઓ, રૂપિયા દસ હજારની કીમતની બે નંગ સોનાની વીટીઓ, રૂપિયા પાંચ હજારની કીમતનો એક સોનાનો ચેઈન અને સોનનુ એક લોકેટ તથા બે નંગ ચાંદીના સીક્કા અને એક મોબાઈલ ફોન સહીત રૂપિયા 45,300 નો સામાન તસ્કરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.