ભૂજમાં તીક્ષ્ણ હથિયાર સાથે શખ્સને ઝડપી પાડતી પોલીસ


પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘે પશ્ર્ચિમ કચ્છ જીલ્લામાં શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારું આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પટેલ માર્ગદર્શન હેઠળ ભુજ શહેરએ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા. તે દરમ્યાન મટન માર્કેટ એક શખ્સ બેઠેલ હોઈ જે શંકાસ્પદ લાગતા તેની પાસે જઈ ચેક કરતા તેની ભેઠામાંથી એક તીક્ષ્ણ હથિયાર ધારદાર છરી મળી આવેલ જેથી મજકુર શખ્સને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે છરી રાખી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોઈ મજકુર વિરૂદ્ધ કાયદેસરની તજવીજ કરી ધરપકડ કરવામાં આવેલ છે.મુસ્તાક ઉર્ફે અપરાધી મોહસીન ખાટકી (ઉ.વ.20 રહે સુરલભીટ રોડ તાનગર ભુજ)ની ધરપકડ કરાઈ છે.