મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ચોરી વણશોધાયેલા ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી ભુજના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એમ. ગોહિલ સાહેબ તથા પો.સબ. ઇન્સ આઈ.એચ. હિંગોરા સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બેરાજા રોડ ઉપર આવેલ હનુમાન ટેકરીની બાજુમાં આવેલ સોનલ કૃપા હોટલના સંચાલક રઘુવીરસિંહ જાડેજા પોતાના કબ્જાની એએ હોટલના પાછળના ભાગે આવેલ ઓરડીના બાથરૂમમાં ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખેલ છે. જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી સોનલ કૃપા હોટલમાં આવી સંચાલકનું નામ-ઠામ પુછતા રઘુવીરસિંહ હરિસિંહ જાડેજા ઉ.વ. 27,રહે. મોટી તુંબડી, તા. મુંદરા વાળો હોવાનું જણાવેલ જેથી તેને સાથે રાખી હોટલની પાછળ આવેલ ઓરડીના બાથરૂમમાં ઝડતી તપાસ કરતાં 10 લીટર, 20 લીટર તથા 30 લીટરની ક્ષમતા વાળા કેરબામાં આશરે ડીઝલ લીટર 340,, જેની કિંમત રૂ. 27,200 નો મળી આવેલ જે ડીઝલ બાબતે આધાર પુરાવા માંગતા આવા કોઈ આધાર પુરાવા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા મળી આવેલ ડીઝલ સી.આર.પી.સી. કલમ 102 મુજબ કરી મજકુર ઇસમની સી.આર.પી.સી. કલમ 41(1)(ડી) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.