અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અંજાર પોલીસ


સરહદી રેન્જ ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર. નં 11993003220198/2022 આઈ.પી.સી કલમ 363, 366 વગેરે મુજબના ગુન્હા કામે ફરિયાદીશ્રી ની સગરી વયની બહેનનું આરોપી હારૂન અલીમામદ શેખ ઉ.વ.20 રહે. મેઘપર બોરીચી તા. અંજાર વાળો ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઈ ઉપરોક્ત ગુન્હો કરેલ હોઈ જે ગુના કામે ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્મુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી પી.ઇન્સ. શ્રી એસ. એન. ગડડુ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભોગ બનનાર અપહરણ બાળકી તથા આરોપી બંને જણાઓને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.એન.ગડડુ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.