ભુજના હમીરસર તળાવમાં ડુબી જવાથી એક અજાણ્યા વ્યક્તિનું મોત ફાયર વિભાગ દ્રારા બોડીને બહાર કઢાઈ

આજે સવારના સવા નવ વાગ્યાના અરસામાં ભુજ ફાયર વિભાગને કોઈ જાણ કરી કે હમીરસર તળાવમાં કોઈ વ્યક્તિ ડુબી ગયો છે. તો આની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને અજાણ્યા વ્યક્તિની લાશને બહાર કાઢી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના જીગ્રેશભાઈ જેઠવા, સાવન ગોસ્વામી ફાયરમેન સુનીલ રબારી, સુનીલ મકવાણા, યશપાલસિંહ તેમજ ફાયર ડીસાઓ ભગતસિંહ જાડેજા ફાયર હેલ્પર રમેશ લોહરા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.