ભુજ તાલુકાના મોખાણા સીમની વાડીમાંથી કેબલ તસ્કરી કરનાર બે તસ્કરો પકડાયા
ભુજ તાલુકાના મોખાણા સીમની વાડીમાં ખુલ્લા રાખેલા મોટરના વાયરની તસ્કરી ગઈકાલના અરસામાં થઈ હતી. જેના બે તસ્કરો આરોપીને પોલીસે આજે સવારના અરસામાં ઝડપી પાડ્યા છે. આ બનાવ અંગે પધ્ધર પોલીસ સ્ટેશને ભુરાભાઈ રાધાભાઈ ઢીલા આહીરે લખાવેલી ફરિયાદ મુજબ તેમની વાડીમાં ખુલ્લામાં રાખલો મોટરનો કેબલ કિંમત રૂ.5,300 ની તસ્કરી આરોપી કાળુ ઇબ્રાહીમ કોલી તથા દિનેશ અરજણ કોલીએ કરી હોવાની ફરિયાદ લખાવી હતી. આજે સવારના અરસામાં મોખાણા ક્ષેત્રના એ.એસ.આઈ ઇન્દ્રસિંહ ઝાલાએ બંને આરોપીની ધરપકડ કરી પધ્ધર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.