ભુજમાંથી 24 અને બળદિયામાંથી 12 બોટલ પકડાયો  

ભુજ શહેરની જુની રાવલવાડીના મકાનમાંથી 24 તથા બળદિયાના કોલીવાસના આરોપીના મકાન પાછળ બાવળની ઝાડીમાં સંતાડેલી દારૂની 12 બોટલ પોલીસે દરોડો પાડી પકડી પાડ્યો છે. ભુજની જુની રાવલવાડી રામાપીર મંદિરની સામેની ગલીમાં હાર્દિક હરેશભાઈ ચાવડાના ઘરમાં ગઈકાલના અરસામાં પોલીસે દરોડા પાડી વ્હીસ્કીની બોટલ નંગ 24 કિંમત રૂ.8,400 તેમજ ભુજ તાલુકાનાં બળદિયામાં અબજીબાપાની છતરડીની બાજુમાં કોલીવાસમાં આરોપી હરેશ ઓસમાણ કોલીના મકાન પાછળ બાવળની ઝાડીમાં સંતાડેલો 12 બોટલ દારૂ કિંમત રૂ.4,200 ને પકડી લીધો હતો. બંને દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યા ન હતા. તેને શોધખોળ ચક્રો ગતિમાન કર્યા હતા.