મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો પકડાયા


મોરબી તાલુકાના જેતપર ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે પકડી પાડીને ૧૦ હજારથી વધુની રોકડ રકમ કબ્જે કરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમેં જેતપર ગામમાં જાહેરમાં જુગારની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા આરોપી લાલજી સાંતલીયા, જયંતી માલણીયાત, મનસુખ માલણીયાત, જગદીશ ઢવાણીયા, લાલજી માલણીયાત અને મુલજી પરમાર એમ છ શખ્સોને પકડી પાડીને રોકડ રૂ.૧૦,૧૫૦ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.