મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ સોસાયટીમાંથી દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની ઉમા વિલેજ સોસાયટીમાં રહેણાંક મકાન પાછળની ગેલેરીમાંથી પોલીસે અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા પ્રવીણ શીવાભાઈ જોગરાજીયા નામના શખ્સે તેના રહેણાંક મકાનના પાછળ આવેલ ગેલેરીમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ હોય જે બાતમીને પગલે ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં અંગ્રેજી દારૂની ૭૫૦ મિલીની બોટલ નંગ ૫૪ અને ૧૮૦ મિલીની અંગ્રેજી દારૂ બોટલ નંગ ૭૫ મળીને કુલ રૂ.૩૨,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી પ્રવીણ જોગરાજીયાના પકડી પાડીને કાયદેસની તજવીજ હાથ ધરી છે.