વાંકાનેર નગરપાલિકા ઓફીસ નજીક જુગાર રમતા ચાર ઇસમો ઝડપી પડાયા
વાંકાનેર નગરપાલિકા ઓફીસ ટાઉન હોલ નીચે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નગરપાલિકા ઓફીસ ટાઉન હોલ નીચે જાહેરમાં જુગાર રમતા હાફીઝ હિદાયતભાઈ ઈસાણી, સુભાષભાઈ વસંતભાઈ મિયાત્રા, જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ ગોહેલ અને પ્રદીપ રમણીકભાઈ પઢારીયાને રોકડ રકમ રૂ.૨૮,૨૧૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.