કામરેજ ખોડલધામ સોસાયટીમાં જુગાર રમતી 9 મહિલા પકડાઈ


નવાગામ, કામરેજ ખાતે આવેલ ખોડલધામ સોસાયટીમા એક મહિલા જુગાર રમાડતી હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે દરોડો પાડતા ઘરમાં ગોળ કુંડાળુ વળી 9 મહિલા જુગાર રમતા પકડાઈ ગઈ હતી. પોલીસે કુલે 43 હજારનો મુદ્દામાલ જપ્ત કરી 9 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કામરેજ ગામ ખોડલધામ સોસાયટી મ નં 109માં મધીબેન નીતીનભાઇ પરમાર નામની મહિલા પોતાનાં ઘરે બહારથી બહેનો બોલાવી ગંજીપાનાથી જુગાર રમી રમાડે છે. જે બાતમી મળતા કામરેજ પોલીસની ટીમે તા 9-3-2022નાં સાંજના અરસામાં દરોડો પાડતા મકાનમાંથી ગોળ કુંડાળુ વળી જુગાર રમતી નવ મહિલાઓ ઝડપાઇ હતી. તેમજ તેમની પાસેથી રોકડા 24050 રૂપિયા તથા 5 મોબાઇલ કિં રૂ.19,500 રૂપિયા મળી કુલ 43,550 રૂપિયા જપ્ત કરી 9 મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.