ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ


પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે પોલીસ ઇસ્ન્પેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહિબિશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃતી કરતાં ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવી આવી બદી નેસ્ત નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ ઇસન્પેકટર શ્રી એસ.એન ગડડુ અંજાર અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. મકાન નં 56, ગુરૂકુળ 2, અંજાર વાળો પોતાના મકાનની બહાર પોતાના કબ્જાની વેન્ટો કાર નં GJ 12 AR 9543 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને તેના ઘર પાસે રાખેલ છે. તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી વેન્ટો કાર નં GJ 12 AR 9543 ગાડી પકડી પાડી તેમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મીલીની બોટલો નંગ 156 કિંમત રૂ. 58,500 તથા વેન્ટો કાર નં GJ 12 AR 9543 કિંમત રૂ.3,00,000 વાળીને કબ્જે કરી હાજર ન મળી આવેલ મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. મકાન નં 56, ગુરૂકુળ 2, અંજાર વાળા આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીના અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્ન્પેક્ટરશ્રી એસ.એન ગડડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.