વિરમગામ પોલીસે દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો

વિરમગામ પોલીસે નાની કુમાદ ગામ તરફથી એક્ટિવા પર દારૂ અને બિયરની હેરાફેરી કરતાં એક ઈસમની અટક કરી તેની પાસેથી દારૂ બિયરના ટીન મળી કુલ રૂ.30,600 નો મુદ્દામાલ જપ્ત કરીને  આગળની તપાસ શરૂ કરી હતી. વિરમગામ ટાઉન પોલીસ નાઆ.પો.કો. રાજેશકુમાર માધવજી, પો.કો.વીરસંગીજી પ્રભુજી, પો.કો.જયદીપસિંહ જવાનસિંહ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના અરસામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વિરમગામ વલાણા બાયપાસ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે નાની કુમાદ ગામ તરફથી એક્ટીવા પર વિરમગામ તરફ આવતો ચેતનભાઇ કાંતિભાઈ ઠાકોર ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂ લઈને આવનાર છે. જે બાબતે પંચના માણસો ને રૂબરૂ રાખી વોચ માં હતા તે દરમ્યાન વરાણા ગામની નાની કેનાલ પાસે એક્ટિવા ચાલક નીકળતા ઉભોરે આવી તલાશી લેતા સાથેના થેલામાંથી 38 નંગ ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા અને 18 ટીન બિયરના મળી કુલ  રૂ.5,600 સહિત મોબાઈલ રૂ.5,000, એક્ટિવા કિંમત રૂ.20,000 મળી કુલ રૂ.30,600 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ કરવામાં આવી છે.