માધાપર અને કનૈયાબેમાં જુગાર રમતા 7 ઝડપાયા, 5 ફરાર


ભુજ, કનૈયાબે ગામે બસ સ્ટેશનની પાછળ બાવળોની ઝાડીમાં જુગાર રમતા ગામના મોદીશા અલીશા સધવાણી શેખ, ઇસ્માઇલ આમદ તાજવાણી, ગુલામશા ઇબ્રાહિમશા સધવાણી રોકડા રૂપિયા 7930 સાથે ઝડપી લીધા હતા. જ્યારે સુલેમાનશા કાસમશા શેખ, યાસીનશા અમીલશા શેખ, હનીફ ઉર્ફે બટુક ઇબ્રાહિમ શેખ, ગફુર હનીફ શેખ, આમદશા ભચલશા શેખ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન માધાપર પોલીસે અન્ય દરોડામાં જુનાવાસ માધાપર હાઇવે પર કાસમશા પીરની દરગાહ પાછળ પુલિયા નીચે ખુલ્લામાં જુગાર રમતા જીવણજી ઉર્ફે જીણો ભગવાનજી વાઘેલા, જુસબ ભચુ શેખ, રાહુલ રાજુશંકર પટ્ટણી અને જીતુ હમીર પટ્ટણીને ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી રોકડા રૂપિયા 10,590 અને મોબાઈલ મળી 11,590 નો મુદામાલ જપ્ત કરાયો હતો.