બોટાદ તાલુકાના ઝરિયા ગામમાંથી 2200 લીટર દારૂનો આથો ઝડપાયો


બોટાદ તાલુકાના ઝરિયા ગામની વાડીમાં પાળિયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી 22૦૦ લીટર દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કરી શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રિના અરસામાં બોટાદ તાલુકાના ઝરિયા ગામની વાડીએ દરોડો પાડી 220 લીટર કી.રૂ.4400 નો દેશી દારૂ બનાવવાનો આથો પકડી નાશ કરવામાં આવ્યો હતો અને આથો બનાવનાર શિવરાજ ઉફે શિવકુ પીઠુભાઈ ખાચર રહે. ઝરિયા તા બોટાદ વિરૂદ્ધ પાળિયાદ પોલીસ મથકમાં ગુન્હો નોંધી શખ્સને પકડી પાડવા કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.