સાયલાના સામતપર ગામથી મજરલોડ બંદુક સાથે 1 ઈસમ પકડાયો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવ દરમિયાન ગેરકાયદેસર હથિયાર અંગે બાતમી મળી હતી. આથી સામતપર ગામથી એક ઈસમને ગેરકાયદેસર મજરલોડ બંદુક સાથે પકડી લીધો હતો. જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખનાર અને તેનુ વેચાણ કરવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. આથી એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી અને પીએસઆઇ વી.આર.જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત જિલ્લો અભિયાન હાથ ધર્યુ છે. જે અન્વયે એલસીબીના ટીમ સાયલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી. આથી સામત પરગામના રહેણાંક મકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર મજરલોડ બંદુક સાથે જનક જીલુભાઇ મેહરિયાને પકડી લીધો હતો. તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક રૂ.2 હજાર કબ્જે કરી સાયલા પોલીસ સ્ટેશને આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો.આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.