જામકંડોરણા પાસે વિદેશી દારૂ સાથે બે ઇસમો પકડાયા
ધોરાજી, જામકંડોરણા પાસેથી વિદેશી દારૂ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ જામકંડોરણાના પીએસઆઇ ગોહિલને મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના અરસામાં જામકંડોરણાના ગોંડલ રોડ પર દરોડો પાડયો હતો. જેમાં સાજીદ હબીબ પરમાર પીંજારા અને જતીનભાઇ ઉર્ફ ઢીગો ગોવિંદભાઇને અંગ્રેજી દારૂની 9 બોટલ રૂ.ર,700ની કિંમત સાથે પકડી લેવામાં આવેલ હતા. આ બનાવ અંગે બીટ જમાદાર કિશોરભાઇ લુણાસીયાએ તપાસ હાથ ધરી છે.