બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની જિલ્લાની કારોબારી ની મીટીંગ આજરોજ કુંડળ ધામ ખાતે યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનાર મહા સંમેલનમાં જોડાવાની જાણકારી અને આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. ગત ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર એકતા સંગઠનની પ્રદેશ કારોબારી મિટિંગમાં પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોના હિત માટેનાં વિવિધ 14 મુદ્દાઓની માંગ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ હકારાત્મક પ્રતિસાદ પણ સપડાયો હતો.જયરાજ બોટાદ જિલ્લા કારોબારીમાં તેની જાણકારી આપવામાં આવી હતી. ભાવનગર થી પધારેલા પ્રદેશ પ્રતિનિધિ શ્રી જલ્દીપ ભાઈ ભટ્ટ, નિર્મળ ગુજરાતના પેપર ના તંત્રીશ્રી દ્વારા પત્રકારત્વ ને લગતી મહત્વની જાણકારી આપી હતી તેમજ જિલ્લાની કારોબારીમાં સ્થાનિક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન કારોબારી મિટિંગમાં પ્રભારી રાજેશભાઈ શાહ ,જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદ તાલુકા પ્રમુખ હર્ષદભાઈ ડાવરા, બરવાળા તાલુકા પ્રમુખ પ્રકાશ રાઠોડ, ગઢડા શહેર પ્રમુખ તૃપિક કાપડી, બોટાદ તાલુકા ઉપપ્રમુખ ભોથા ભાઈ શેખલીયા, જિલ્લા કારોબારી ના હોદ્દેદારો ઉમેશભાઈ ગોરહવા, અજય ભાઈ સોલંકી, અજય ચુડાસમા, તથા બોટાદ તાલુકા ખજાનચી મઘાભાઈ જોગરાણા તથા રાજનભાઈ રંગપરીયા, કરણભાઈ ગઢવી, જયદેવ મન્ડીર, ચંદ્રકાંત ભાઈ સોલંકી, બળવંતભાઈ ત્રિવેદી, લાલજી ચાવડા, સંદીપ ઉમરાણીયા, બીજલભાઈ ભરવાડ, વિપુલ તાવિયા,રાકેશ જેજરિયા,વિક્રમ મકવાણા સહિતનાં પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.