Gujarat °°°° બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષાસેતુ સોસાયટી’ ના સાહિયોગ થી ‘ સુરક્ષા જાગૃતિ રેલી નું કરવામાં આવ્યું આયોજન°°°° 3 years ago Kutch Care News વિદ્યાર્થીઓને શરૂઆતથી જ જવાબદાર નાગરિક બનાવવા સરકારશ્રી ના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત તમામ જિલ્લાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં પણ આ પ્રોજેક્ટ કાર્યરત છે અને જિલ્લામા કુલ ૬ એસ. પી. સી. યુનિટ મા કેડેટ ને જીવનલક્ષી કૌશલ્યો ની તાલીમ અને શિસ્ત તથા અનુશાસન ના પાઠો શીખવવા મા આવે છે, હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા ની કુલ ૧૩ શાળાઓ માં ૨૫૨ કેડેટ તાલીમ મેળવી રહ્યા છે ત્યારે,આજ રોજ તા.૧૨/૦૨/૨૦૨૨ ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ ના પ્રેરિત માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી ખાતે ‘ પોલીસ કેડેટ’ (SPC) નો વાર્ષિક કેમ્પ યોજવામાં આવ્યો.પોલીસ પ્રજા ની રક્ષક છે, મિત્ર છે, સહાયક છે એ ઉદ્દેશ્ય ને સિદ્ધ કરવા તેમજ શરૂઆત થી જ વિદ્યાર્થીઓને એક જવાબદાર તેમજ આદર્શ નાગરિક બનાવવાના પ્રયાસ રૂપે , સ્વસ્થ સમાજ નું નિર્માણ કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ સહાયક ના સ્વરૂપમાં વિદ્યાર્થીઓને સાથે લઈને આ ‘ સ્ટુડન્ટ પોલીસ કેડેટ’ યોજના અમલમાં મુકેલ. પોલીસ કર્મચારીઓ , શિક્ષકો દ્વારા રષ્ટ્રસેવા અને સમાજસેવાની તાલીમ આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ.કાર્યક્ર્મ ની શરૂઆત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી ખાતે કરવામાં આવી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા એસ. પી. સી. કેડેટ, શિક્ષકો, મહિલા પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એમ. ચૌહાણ, તેમજ પોલીસ કર્મચારઓ , ટી. આર.બી. , વગેરે જોડાયા અને ‘સુરક્ષા જાગૃતિ રેલી’ નું આયોજન કરવામાં આવ્યુ. આ સુરક્ષા જાગૃતિ રેલી દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા સમાજમાં આદર્શ નાગરિક તરીકે ની ભાવના વિકસાવવા તેમજ ભવિષ્યમા કાયદો, સુરક્ષા અને સમાજ સાથે રહીને આદર્શ સમાજ નું ઘડતર કરવાના પ્રયાસરૂપે સફળ રેલી નું આયોજન કરવામાં આવ્યુ.ત્યાર બાદ પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી ખાતેના ઓડીટોરિયમ હોલમા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની વિશેષ ઉપસ્થિતિમા એસ. પી. સી. થીમ સોંગ પંખ નયે હે, નયી હે ઉડાન થકી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવેલ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત ‘ એસ. પી. સી.’ પ્રોજેક્ટ ના વિડિયો નું પ્રદર્શન કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ પોતાના વિશેષ ઉદબોધનમા હાજર તમામ ‘સ્ટુડન્ટ પોલીસ કેડેટ’ ને પોલીસ ની કામગીરી, પોલીસ તરફ થી નાગરિકોને આપવામાં આવતી સુરક્ષા, કાયદાનું જ્ઞાન, કાયદાની સમજ ની સાથે સમાજ નું સંકલન વગેરે વિશે ઉત્સાહિત તેમજ ખૂબ જ ઉપયોગી સમજ પાડવામાં આવી.વધુમાં પોલીસ અધિક્ષક નાઓ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ને જણાવવામાં આવ્યું કે, આજ નું બાળક આવનારા સમયનું ભવિષ્ય છે, માટે તેમનામાં શરૂઆતથી જ આદર્શ નાગરિક ની ભાવના કેળવાય તેમજ સમાજ અને સુરક્ષા સાથે રહીને સ્વસ્થ સમાજની રચના થાય , શરૂઆત થી જ બાળકમા શિસ્ત, આદર્શભાવ , રાષ્ટ્રભાવના કેળવાય તેમજ પોતાના પરિવાર , સમાજ માં જાગૃતિ લાવી શકે તે હેતુ થી આ ‘સ્ટુડન્ટ પોલીસ કેડેટ’ યોજના હેઠળ બાળકોને તાલીમ આપવામાં આવે તો આવનારા સમય મા સમાજ અને કાયદો વ્યવસ્થા વચ્ચે ના સેતુ ને મજબૂત બનાવી શકાશે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સરળ શૈલી મા હાજર તમામ SPC કેડેટ ને આદર્શ નાગરિક ની ભાવના, સમાજ સાથે કાયદો અને સુરક્ષાની બાબતે સમજૂતી આપવામાં આવી. આ ઉપરાંત હાલ માં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત દાદા- દાદી ના દોસ્ત અભિયાન, સંવેદના અભિયાન, તેમજ મહિલાઓની સલામતી માટેની જિલ્લા પોલીસ ની ‘ SHE TEAM ‘ વિશે ઉપસ્થિત તમામ ને માહિતી પૂરી પાડવામાં આવી.ત્યાર બાદ ઉપસ્થિત તમામ એસ. પી. સી. કેડેટ ના ભોજનની વ્યવસ્થા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીકચેરી ખાતે જ કરવામાં આવેલ. ભોજન લીધા બાદ એસ. પી. સી. કેડેટ ને પોલીસ ની કામગીરી ની સમજ પાડવા સારું કચેરી ની મુલાકાત કરાવવામાં આવેલ અને જીલ્લા ખાતે ના કમાંડ કંટ્રોલરૂમ ની પણ મુલાકાત કરવવામાં આવેલ.મ્પ મા જોડાનાર તમામ એસ. પી. એસ. કેડેટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન ઓડીટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું. જેમાં એસ. પી. સી. કેડેટ દ્વારા વિવિધ કૃતિઓ ઉત્સાહભેર રજૂ કરવામાં આવી.ત્યાર બાદ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે એસ. પી. સી. કેડેટ ના વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રેકિંગ, હથિયાર નિદર્શન, લેજીમ દાવ, ડમ્બેલસ દાવ, ફૂટ બોલ રમત ડેમો, સ્વ- રક્ષણ ડેમો વગેરે રજૂ કરવામાં આવ્યા.કાર્યક્રમ મા ઉપસ્થિત તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ના વરદ હસ્તે તમામ કેડેટસ, સી. પી. ઓ., ડી. આઇ. ને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. ત્યાર બાદ હાજર શિક્ષકો તેમજ કેડેટસ ના અભિપ્રાયો રજૂ કરવામાં આવેલ. Continue Reading Previous ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા લીંબડી ખાતે યોજાઈNext સુરેન્દ્રનગરના ચુડા ખાતે જુગારધામ ઝડપાયું. More Stories Breaking News Crime Gujarat રાજકોટમાં ભાજપના મંત્રીની નંબર પ્લેટ લગાવેલી કારમાંથી દારૂની બોટલ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ 15 hours ago Kutch Care News Crime Gujarat રાજકોટ શહેર ગોંડલ રોડ પરથી પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર 2 days ago Kutch Care News Breaking News Crime Gujarat હિંમતનગરમાં વ્યાજખોરોએ 7 વર્ષની સગીરાને રાજસ્થાનમાં 3 લાખમાં વેચી : ગણતરીના કલાકોમાં જ કરાયા જેલના હવાલે 2 days ago Kutch Care News