સુરેન્દ્રનગરના ચુડા ખાતે જુગારધામ ઝડપાયું.

ચુડા થી બોરાણા ગામ તરફ જવાના રોડ પર રોડની બન્ને સાઈડમાં ખાનગી વાહન મૂકી વાડીમાં પ્રવેશી ઓરડીમાં જુગાર રમી રહ્યા હોય તેવી બાતમીનાં આધારે રેડ કરતા કુલ ૭ ઈસમો તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયાં.
આરોપીઓ ચંદ્રસિંહ મોહબ્બતસિંહ રાઠોડ. રામજીભાઈ ચતુરભાઈ સંઘાડીયા. અજીતસિંહ અઞરસિંહ ઝાલા. રાજેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા. રતિભાઈ ખોડાભાઈ લકુમ. મુકેશભાઈ હરજીભાઈ પરમાર તથા રૂસ્તમભાઈ રમજાન ભાઈ ભદ્રેશીયા
વગેરેને મુદ્દામાલ સાથે ઝડપી આરોપીઓને જુગાર ધારા ગુના હેઠળ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં આરોપી ચંદ્રસિંહ મહિપતસિંહ રાઠોડ ચુડા પોતાના કબજા ભોગવટા વાળી ની વાડીએ ઓરડીમાં પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા ૧૫,૧૦૦ રકમ મોબાઈલ ફોન ૭ અંદાજિત કિંમત ૨૧,૫૦૦ તથા મોટરસાયકલ નંગ ૫ કિંમત આશરે ૭૦,૦૦૦ તથા ગંજીપાના સહિત કુલ ૧૦૬,૬૦૦ મુદ્દામાલની કિંમત સાથે સાત આરોપી પકડાય જતાં ગુનો કર્યો હોય તેઓની સામે જુગાર ધારા કલમનં ૪,૫ મુજબ ફરિયાદ કરવામાં આવી છે.
ચુડા પી.એસ.આઇ વાય,બી રાણા તથા એ.એસ.આઇ રઘુભાઈ હરણ પોલીસ હેડ કોસ્ટેબલ રાજેશભાઈ મીઠાપરા પોલીસ કોન્સ્ટેબલ બળદેવ ડોડીયા, ભરતભાઈ સભાડ, જીતેન્દ્રસિંહ રાણા, ભરતભાઈ ચોસલા, વાલજીભાઈ વડેખણીયા તથા નિકુંજભાઈ જોગરાણા સહિતની પોલીસ ટીમ દ્વારા જુગારીઓને દબોચી લીધા હતા……
રિપોર્ટર
મહિપત ભાઈ મેટાલિયા