ભાલોદ ગામ મધ્યે જુગાર રમતા 7 શખ્સો પકડાયા
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નવી વસાહતમાંથી પોલીસે જાહેરમાં મહેફીલ જમાવી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લઇને રૂ. 32 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પી.એસ.આઇ. જે.બી.જાદવને બાતમી હકીકત મળી હતી કે ભાલોદ ગામે કેટલાક શખ્સોએ જુગારની મહેફીલ જમાવી છે. પોલીસને બાતમી હકીકત મળ્યા મુજબ ભાલોદ ગામની નવી વસાહતમાં રેડ કરતા મુખ્તીયાર શેખના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળામાં બેસીને કેટલાક શખ્સો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને આ શખ્સોમાં દોડધામ મચી હતી. પોલીસે ઘટના સ્થળેથી સદ્દામ બસીર શેખ રહે ભાલોદ, મેહુલસિંહ મનોજસિંહ ગોહીલ રહે. નવા તોથીદરા ,યુવરાજ કનુ રાજમલ રહે. ભાલોદ,રવિ રમણ રાજમલ રહે.ભાલોદ,દસ્તગીર શહિદ કુરેશી રહે.ભાલોદ,મુખ્તીયાર ગુલામ શેખ રહે.ભાલોદ તેમજ અનિલ સોમા વસાવા રહે.નવા તોથીદરાનાને પકડી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂ.3૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.