” વૃદ્ધની વ્હારે બોટાદ જિલ્લા મહિલા પોલીસ ની’ SHE TEAM'”
°°° સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઈ, તેમના પ્રશ્નો , ફરિયાદ નું નિવારણ લાવતા બોટાદ મહિલા પોલીસ ઇન્સ્પેકટર શ્રી તેમજ તેમના નેતૃત્વ હેઠળ કાર્ય કરતી બોટાદ જિલ્લા પોલીસ ની” SHE TEAM” °°°
~~ ઘરના વડીલ એટલે ઘરના મોભેદર વ્યક્તિ, એક અનુભવી સમજશક્તિ ધરાવતું વ્યક્તિત્વ, જે ઘરને એકજૂટ રાખીને ચાલે છે. જ્યારે આ અનુભવી સમજશક્તિ ધરાવતું વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થા મા પહોંચે છે ત્યારે તેનાં જીવન નિર્વાહ ની પૂરેપૂરી જવાબદારી તેના સંતાનોની બને છે, આવા સમય મા વૃદ્ધ દાદા- દાદી ને પોતાના ભરણ પોષણ, જીવન નિર્વાહ ની જરૂરિયાતો વગેરે ની આશા સંતાનો પર નિર્ભર રહે છે, ત્યારે પોતાના જ સંતાનો દ્વારા થતા તિરસ્કારો , ભરણ પોષણની મનાઈ, વગેરે થી થાકી ગયેલ આવા સિનિયર સિટીઝન ની સહાય કરવી એ સમાજ ની નૈતિક ફરજ છે. માટે રાજ્ય સરકાર દ્વારા આવા સિનિયર સિટીઝનોની સેવા અને સુરક્ષા, સલામતી માટે ૨૦૧૯ થી ‘ દાદા- દાદી ના દોસ્ત’ પ્રોજેક્ટ સમગ્ર રાજ્ય માં કાર્યરત છે. આ પ્રોજેક્ટ આમ તો રાજ્ય ના બધા જિલ્લા મા ચાલી રહ્યો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા મા પણ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ ‘ ના અંગત માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષા સેતુ સોસાયટી’ દ્વારા દાદા- દાદી ના દોસ્ત ‘ તેમજ ‘ નમઃ આદર સાથે અપનાપન ‘ જેવા પ્રોજેક્ટ કાર્યરત છે , જે અંતર્ગત જિલ્લા મા સિનિયર સિટીઝન સેલ ની રચના કરવામાં આવેલ છે અને નિસહાય, જરૂરિયાતમંદ વાળા સિનિયર સિટીઝ નનો સર્વે કરી તેઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. આ સર્વે અંતર્ગત આવા સિનિયર સિટીઝન ને નિયમિતપણે મેડિકલ સુવિધા, તેમજ ટેલીફોનીક વાતચીત , તેમજ રૂબરૂ મુલાકાત પણ કરવામાં આવે છે. આમ, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા માનવીય સંવેદના અને સેવાકીય કર્યો થકી ખાખી ની ગરીમા વધારી છે. જે બોટાદ જિલ્લા પોલીસ ની સંવેદનશીલતા તેમજ નૈતિક મૂલ્યો સાથે સમાજ નું સંકલન સાધી એક આગવી છબી ઉભી કરી છે.
હાલમાં જ બોટાદ જિલ્લા મહિલા પોલીસ ના ઇન્સ્પેકટર શ્રી આર .એમ. ચૌહાણ તેમજ તેમના નેતૃત્વ હેઠળ કાર્ય કરતી બોટાદ જિલ્લા પોલીસ ‘ SHE TEAM’ ની સરાહનીય કામગીરી ધ્યાને આવી છે જેની ની નોંધ લેવી ઘટે.
ગઢડા તાલુકાના લીંબડીયા ગામ માં રહેતા ૮૨ વર્ષ ના સિનિયર સિટીઝન એવા ગોવિંદ ભાઈ નારાયણ ભાઈ મકવાણા જેમને સંતાનો મા ૨ દીકરા હોય, પોતાની વૃદ્ધાવસ્થા ના કારણે તેમની તમામ મિલકત તેમના બેઉ દીકરા ના નામે કરેલ હોય જેથી તેમના ભરણ પોષણની જવાબદારી તેમના બંને દીકરાની જવાબદારી બનતી હોવા છતાં તેમના નાના દીકરા એવા જીવા ભાઈ ગોવિંદ ભાઈ મકવાણા તેમજ તેઓની પત્ની ગૌરી બેન જીવા ભાઈ મકવાણા કે જેઓ હાલ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં રહેતા હોય પોતાના વયોવૃદ્ધ પિતાની સારસંભાળ રાખવાની તેમજ ભરણ પોષણની જવાબદારી તદ્દન ના લેતા હોવાની ફરિયાદ આ વયોવૃદ્ધ દાદા દ્વારા જિલ્લા ના સિનિયર સિટીઝન સેલ મા ફરિયાદ લખાવવામાં આવેલ .
જેની અંગત નોંધ લેતા બોટાદ જિલ્લા મહિલા પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. એમ. ચૌહાણ તેમજ તેમના નેતૃત્વ હેઠળ કામ કરતી બોટાદ જિલ્લા મહિલા પોલીસ ની SHE TEAM દ્વારા આ સંવેદનશીલ બાબતે ફરિયાદ લખાવનાર દાદા ને ત્યાં રૂબરૂ ઘેર જઈને સાંભળી તેમને પૂરી ખાતરી સાથે તેમના પ્રશ્ન નુ નિરાકરણ લાવવાની સાંત્વના આપવામાં આવી. તેમજ તેમના દીકરા ને પોતાના દીકરાને દીકરા તરીકેની ફરજો, જવાબદારીઓ વગેરે સમજ આપવામાં આવી.જે બોટાદ જિલ્લા પોલીસ ની સંવેદનશિલતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જે પોલીસ તરીકેની સરાહનીય કામગીરી ને સૂચિત કરે છે.