બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને સરકારી યોજનાઓનો લાભ આપવા જરૂરી ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવ્યા
બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષા સેતુ સોસાયટી’ અંતર્ગત કાર્યરત ‘ દાદા- દાદી ના દોસ્ત’ અભિયાન હેઠળ જિલ્લા ના નિઃસહાય, નબળી આર્થિક પરિસ્થિતિ ધરવતા સિનિયર સિટીઝન ને સરકારી યોજનાઓ નો લાભ મળી રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા આવા વડીલોના ઘેર ઘેર જઈ જરૂરી ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવ્યા
હાલ માં બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષા સેતુ સોસાયટી’ અંતર્ગત કાર્યરત દાદા – દાદી ના દોસ્ત અભિયાન હેઠળ જિલ્લા ના નિઃસહાય, જરૂરિયાતમંદ, નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વડીલોને નિયમિત પણે જીવન જરૂરી ચીવસ્તુઓ, કપડાઓ, રાશન વગેરે મળી રહે તેમજ તેઓના મેડિકલ ચેકઅપ કરી તેમની તંદુરસ્તી નું પણ ધ્યાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવી રહ્યું છે, ત્યારે આવા સિનિયર સિટીઝનોને સરકારી યોજનાઓ નો લાભ મળી રહે તે હેતુ થી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ના જરૂરી સુચન થી જિલ્લા પોલીસ દ્વારા આવા સિનિયર સિટીઝનોના ડોક્યુમેન્ટ એકઠા કરવામાં આવી રહ્યાં છે. જેમાં તેઓ દ્વારા આવા સિનિયર સીટીઝન ના ઘેર રૂબરૂ જઈ તેમના જરૂરી ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવે છે જેમાં ઘટતાં ડોક્યુમેન્ટ મેળવવાં જરૂરી મદદ પુરી પાડી સરકારશ્રીની યોજનાઓનો લાભો શરૂ કરાવવા માટેની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જે પોલીસ તરીકે ની ઉમદા પ્રવુત્તિ ની સાથે સાથે સામાજિક સેવા ના પણ સહભાગી બને છે જે બોટાદ જિલ્લા પોલીસ ની કામગીરી ને નવી ઊંચાઈએ લઈ જાય છે.