વરસામેડી અને બાલાસરમાથી જુગતું રમતા ૧૧ શખ્સો

ગાંધીધામ, તા. ૯ : અંજાર તાલુકાનાં વરસામેડી ગામમાં બાગશ્રી નગર-૧ પાસેથી એલ.સી.બી.એ. આઠ શખ્સોને જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ. ૧,૨૪, ૦૦૦ /-હસ્ત ગત કર્યા હતા. તેમજ રાપરના બાલાસરમાં પતા ટિંચતા ત્રણ શખ્સોની અટક કરી પોલીસે રોકડા રૂ. ૪૯૦૦ /- જપ્ત કર્યા હતા. વરસામેડીના બાગશ્રી નગર-૧ના મકાન નંબર ૧૧૧ ની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે છાપો મારી સાદિક ઈબલા સમીજા, હુશન અબ્દુલ મંધરા, રમેશભા મ્યાનભા ગઢવી, આનંદ અંબાવી સથવારા, મહેશ માવજી સથવારા, પ્રકાશ રવજી દામા ,જેઠા બીજલ સથવારા અને રાજભા ગાંડાજી વાઘેલા નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. બહારથી શખ્સો બોલાવી તેમની પાસેથી નાલ ઉગરાવનાર હુશેન મંધરા સહિત ૮ શખ્સો પાસેથી રોકડા  રૂ. ૧,૨૪, ૦૦૦ /-જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ બાલાસર ગામમાં તળાવની પાળ પાછળ પતા ટિંચતા સ્થાનિકના એવા હરિ ભારમલ ભાટી, નાથા રણવીર રજપૂત અને ભીખા વસા પરમાર નામના શખ્સોની પોલીસે અટક કરી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૪૯૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *