કચ્છમાં પણ તોડ-જોડ ,કોંગ્રેસે તાલુકા પંચાયતના ૬ સભ્યોને સસ્પેન્ડ કર્યા: ભાજપે જણાવ્યુ અમારા દરવાજા ખુલ્લા.

કુંવરજી બાવળીયાએ તડજોડ કરીને ભાજપમાં જોડાઈ સૌરાષ્ટ્રમાં રાજકીય ખલભળાટ સજર્યો છે તે ચર્ચામાં છે. પરંતુ, અગાઉ જ કચ્છની તાલુકા પંચાયતોના સુકાનીઓની વરણીમાં કચ્છના કોંગ્રેસી સભ્યોએ કરેલા બળવાએ રાજકીય ખલભળાટ સજર્યો હતો. હવે મોડે મોડે પ્રદેશ કોંગ્રેસે કચ્છની તાલુકા પંચાયતોના ૬ બળવાખોર સભ્યોને કોંગ્રેસમાથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા તાલુકા પંચાયતના સભ્યોમાં 3 તાલુકા પંચાયત અંજાર, માંડવી અને લખપતના ૬ સભ્યોમાં ૪ મહિલા અને ૨ પુરુષ સભ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.