માંડવીમાં યુવતી પર દુષ્કર્મ કરી વિડીયો ઉતારનાર માપરના શિક્ષક ને ફરજ મોકૂફ કરાયો.
માંડવી તાલુકાના લાયજા રોડ પર યુવતીને ઠંડા પીણા માં નશીલું પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં યુવતી પાર દુષ્કર્મ કરી વીડીયો ઉતારનાર માંડવી તાલુકાના માપરના મુખ્ય શિક્ષક દેવજી રાજાભાઈ સોનદરવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરજમોકૂફ કરાયો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે મહિલા સાથે દુષ્કર્મ કરનાર દેવજીભાઈ સામે જે તે સમયે પોલીસ ફરિયાદ થયા બાદ ગઈ તા. ૧.૬ના ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી નિયમ મુજબ ૪૮કલાકથી વધારે જેલમાં રહેલા આ શિક્ષક સામે પ્રાથમિક શિક્ષણ નિયમકને દરખાસ્ત બાદ મંજૂરી મળતા તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યો છે. આ શિક્ષકનું હેડક્વાર્ટર લખપત તાલુકાની સોતાવાંઢ રાખવામાં આવ્યું છે.આ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ કરી વિડીયો કલીપ ઉતારી તેને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. જેનાથી ત્રાસી આ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.