શિકારપુરમાં કારમાથી ઇમ્પોર્ટેડ વિશકીની ૩.૮૩ લાખની ૯૨ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા.

ગાંધીધામ: પૂર્વ કચ્છ એલસીબીએ સામખીયાળી પાસે શિકારપૂર પાસે અલ્ટો કારમાથી જ્હોની વોકર રેડ લેબલ અને બ્લેક લેબલ ,શિવાઝ રિગલ ,જેક ડેનિયલ, ગેલ્નમોરેન્જી એમ જુદા જુદા ૪ બ્રાન્ડની ઇમ્પોર્ટેડ વિદેશી સ્કોચ વ્હીસ્કીની ૯૨ બોટલ કબ્જે કરી છે. પોલીસે એક બોટલની સરેરાસ ૪૧૬૩ રૂપિયા કિમત આંકી કુલ ૩.૮૩ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હોવાનું ચોપડે જાહેર કર્યું છે. બાતમીના આધારે એલસીબીએ ગત રાત્રે શિકારપુર પાટિયાથી સહયોગ હોટલ તરફ જતાં પુલિયા પાસે વૉચ ગોઠવી હતી. જીજે ૧૨ ડીએ ૯૪૮૨ નંબરની અલ્ટો કાર પસાર થઈ હતી. પોલીસે કાર ઊભી રાખવા ઈશારો કરતાં કારમાં બેઠેલા બે શખ્સો કાર થોભાવવાના બદલે પુર ઝડપે હંકારી નાશી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉથી સતર્ક પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન ,કારના ટાયરમાં પંચર પડી જતાં પુરઝડપે જતી કાર પુલિયાની દીવાલ સાથે અથડાઇ અટકી ગઈ હતી. પોલીસે કાર ચાલક મહેન્દ્રસિંહ દાનુભા વાઘેલા (રહે, નંદાસર રોડ, રાપર )અને નરેન્દ્રસિંહ પ્રેમભા વાઘેલા (રહે, જકાતનાકા ,રાપર )ની શરાબ સાથે અટક કરી છે. પ્રાથમીક પૂછતાછમાં બંને જણાએ જણાવ્યુ કે શરાબનો જથ્થો મુંબઈ થી મારાજ નામનો શખ્સ ટ્રેન મારફતે ડિલિવર કરવા જતાં હતા. પોલીસે દારૂ ઉપરાંત શખ્સો પાસેથી મળેલા 3 મોબાઈલ ફોન અને અલ્ટો કાર મળી કુલ ૫.૪૧.૪૦૦ /-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડાની કામગીરીમાં એલસીબી પીઆઈ જે.પી. જાડેજા, પીએસઆઈ એમ.કે.ખાંડ ,હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર, નરશી પઢિયાર, પ્રહલાદસિંહ ચુડાસમા ,કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશ ચાવડા ,હરપાલસિંહ ઝાલા ,મેરકુ આલાણી વગેરે જોડાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.