વિસનગરમાં સાસરિયાઓ યુવતીને તેડવા ગયા ને કરી મારામારી.

વિસનગર કાંસા એન.એ.વિસ્તારના ઇન્દિરા નગરમાં રહેતા ધનજીભાઈ ડાયાભાઇ પરમારની દીકરીને તેના સાસરિયા કાંતિભાઈ જેઠાભાઇ પરમાર સહિત છ જાણ તેડવા આવ્યા હતા. તેમણે આવીને કહ્યું કે તમારી દીકરીને મોકલતા નથી તો શું કરવું છે ત્યારે દીકરીના પિતાએ કહ્યું કે તેમની દીકરી આશાબેનની પરીક્ષા નજીક આવી રહી છે જે પુરી થશે એટલે તમારા ઘરે મોકલી દઈશું. તેમ છતાં આશાબેનને જેમતેમ બોલી કે તું સાસરીમાં આવતી નથી પિયારમાજ રહે છે ત્યારે આશાના પિતાએ આવું વર્તન કરવાની ના પાડતા ધનજીભાઈ ને ધોકા વડે તેમજ ગડદા પાટુ નો માર મારી બહાર નીકળી તો પતાવી દઈશ જેવી ધમકીઓ આપી છ જણા નીકળી ગયા હતા. આ બાબતે વિસનગર પોલીસ સ્ટેશને કાંતિભાઈ જેઠાભાઇ પરમાર રહે મહેસાણા સહિત છ જાણ વિરુદ્ધ ફરિયાદ કરી હતી . પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.