BSF એ હરામી નાળમાથી ૩ પાકિસ્તાની ઘૂસણખોરોની અટક.

૧૦ જુલાઇ ,મંગળવાર
કચ્છના ક્રિકવિસ્તારમાં આવેલા હરમીનાળામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્રણ પાકિસ્તાની ઘૂસણખોર પકડ્યા છે. ઘૂસણખોરો પાસેથી એક ફિશિંગ બોટ ,માછીમારીનો સામાન અને અન્ય કેટલી વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. હરામીનાળાના વિસ્તારમાં માછીમારીના બહાને થતી ઘુસણખોરીના બનાવો વધુ એક બનાવનો ઉમેરો થયો છે. ભારત -પાકિસ્તાન બોર્ડર પીલર ૧૧૬૬ પાસેથી બીએસએફ પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય જળસીમમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા ૩ પાકિસ્તાનીઓને એક ફિશિંગ બોટ સાથે પકડી લીધા હતા. બપોરના પેટ્રોલીંગ દરમ્યાનના સર્ચ ઓપરેશનમાં હરામિનાળા તરફ હલચલ જણાઈ હતી. જેમાં ૩ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા. બીએસએફના જવાનોએ સિંઘપ્રાંતના સુજાવલ જિલ્લાના ઝીરોપોઈન્ટ વિસ્તારના શેરઅલી ,સદામ હુસેન તથા અલી મોહમંદને પકડી પાડ્યા હતા. બોટમાથી માછીમારીનો સામાન તથા અન્ય દૈનિક જરૂરિયાત ચીજો મળી આવી છે. બોટને કાંઠે લાવીને પોલીસને સોપ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.