ગાંધીધામમાં યુવાનના હાથમાં છરી મારી 3 હજારની ચોરી.

ગાંધીધામ, તા. ૧૦ : શહેરના રેલ્વે મથક સામે ઓવરબ્રિઝ નીચે એક યુવાનના હાથની નસ છરી વડે કાપી તેની પાસેથી રોકડા રૂ. ૩૦૦૦ /-ની ચોરી કરનાર શખ્સની પોલીસે અટક કરી હતી. મુન્દ્રામાં રહેનાર મૂળ બિહારનો શ્રમિક એવો રામયતન ઘઉવા નામનો યુવાન ગઇકાલે ગાંધીધામ આવ્યો હતો. પોતાના સંતાનની દવા લેવા આવેલો આ યુવાન રેલ્વે મથક સામેના ઓવરબ્રિજ નીચે ચાની હોટલે ચા પીવા ગયો હતો. તે દરમ્યાન ત્યાં સિદિક નામનો શખ્સ આવી તારા થેલામાં ગાંજો છે તેમ કહી તેના થેલાની તપાસી લીધી હતી. તેમાથી આ શખ્સને કાંઇ ન મળતા તેઓ યુવાનના ખિસ્સા તપાસવાની કરતાં યુવાને તેનો વિરોધ કર્યો હતો. પરિણામે તેની સાથે આ શખ્સે ઝપાઝપી કરી તેના ખિસ્સામાથી રોકડા રૂ. ૩૦૦૦ /-અને કાગળીયાની ચોરી કરી હતી. આ યુવાનના જમણા હાથની નસ કાપી તેને ગંભીર ઇજાઓ પહોંચાડીને તે ત્યાં નાશી ગયો હતો આ કિસ્સાની નોધ પોલીસ ચોપડે ચડ્યા બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું તપાસમાં પી.એસ.આઈ.આર.ડી. મહેતાએ જણાવ્યુ હતું. આ ઓવરબ્રિઝ તથા તેની આસપાસના વિસ્તારોમાં જાહેરમાં તત્વો દરરોજ અડીંગો જમાવીને બેઠા હોય છે. ત્યારે આવા તત્વોને કડક હાથે ડામવા માંગ ઉઠી હતી. તો અહી દબાણ કરાયેલી કેબીનોને પાલિકા દૂર કરાવે તેની માંગ પણ પ્રબળ બની હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.