કોઠારાના જુગારના દરોડામાં બે શખ્સોની અટક ,ત્રણ શખ્સો છૂ.

ભુજ, તા. ૧૦ : અબડાસાના કોઠારા ગામે બસ સ્ટેન્ડ પછવાડે જંગી વિસ્તરમાં સ્થાનિક પોલીસે પાડેલા રેઇડમાં બે શખ્સો જુગાર રમતા પકડાયા હતા. જ્યારે ૩ નાશી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ પ્રકરણમાં કોઠારા ગામમાં ગફુર મામદ સિધિક ભૂકેરા અને પૈયાના તખુભા વેશલજી સોઢાની ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર રૂ. ૪૯૪૦ /-રોકડા તથા બાઇક અને બે મોબાઈલ ફોન સાથે અટક કરાઇ હતી. જ્યારે આમરવાંઢનો બાવલા કાસમ કેર, કોઠારાનો સુલેમાન ઇબ્રાહિમ સોતા અને કડૂલીનો વિક્રમસિંહ જાડેજા નામના અન્ય ત્રણ આરોપી દરોડા સમયે નાશી ગયા હતા. શખ્સો સામે હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર માણશી ગઢવીએ ગુનો દાખલ કરાવ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.