ગાંધીધામ વોર્ડ નં. ૧૦ ની અંદર ફાઇવ એ, ફાઇવ બી ની અંદર પાણી ની ટાકો બનાવવા અંગે ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા માં કરાઈ ઉગ્ર રજુઆત

ગાધીધામ નગર પાલીકાના વોર્ડ નં.૧૦ માં આવેલ વિસ્તાર ફાઇવ એ અને ફાઇવ બી માં આવેલ પાણી ની ખુબ મોટી સમસ્યા છે અને આ માટે ગાધીધામ મહિલા કોગ્રેસની માંગ છે કે આદીપુર વોર્ડ નં. ૫ એ, ૫ બી, વિસ્તાર માં પણ પાણી નો ટાકો બનાવવા માં આવે,અને આ વિસ્તાર ના લોકોને પાણી ની ખુબ મોટી સમસ્યાઓ છે અને આ વિસ્તાર સામાજીક સંસ્થાઓ અને સ્કુલો , હોસ્પિટલો અને 1OO જેટલા પોલીસ ક્વાટર્સ આવેલ છે. આમ આ વિસ્તાર ની પાણી ની ખુબ મોટી સમસ્યાઓ છે
આથી મહિલા કોંગ્રેસની માંગ છે કે આ વિસ્તાર માં પાણી નો ટાકો બનાવવામાં આવે આમ ગાધીધામ નગર પાલીકા હાલ જે વોર્ડ માં પાણી ટાકા બનવવા માટે જે ગ્રાન્ટ પાસ થઈ આવેલ છે તે ગ્રાન્ટમાંથી આ વિસ્તાર માં પણ પાણી નો ટાકો બનાવવામાં આવે એવી મહિલા કોંગ્રેસ ની માંગ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ