રાપરમાં જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી.

તા :૧૦.૭.૧૮ : નો બનાવ
રાપરના ત્રમ્બૌ રોડ પર પાંજરાપોળ ની આગળ જમીન બાબતે અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખીએક સમાજ ના લોકોએ સામસામે મારામારી કરતા બંને પક્ષ ના બે લોનોને ઈજાઓ થઈ હતી.રાપરના અજિત જેસંગ ઘેડા એ વિશન પરબત ઘેડા,ભવાન જીવા ભદ્રુ અને રૂડા ભદ્રુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ પાઇપ તથા લાકડીથી હુમલો કરતા ફરિયાદીને હાથ પગમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. જ્યારે સામા પક્ષે વિશન પરબત ઘેડાએ જેસંગ પાંચા ઘેડા, કરશન પંચાણ ભદ્રુ, રામજી પંચાણ ભદ્રુ, અશોક જેસંગ ઘેડા અને અજિત જેસંગ ઘેડા વિરુદ્ધ ફરિયાદ કરી હતી . આ બને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.