ગાંધીધામમાં લૂંટ કરનાર આરોપીનું પોલીસે જાહેરમાં સરઘર કાઢ્યું.
તા :૧૧.૭.૧૮ : નો બનાવ
ગાંધીધામ શહેરના રેલવે મથક સામે ઓવર બ્રિજ નીચે મુન્દ્રાથી પોતાના સંતાનની દવા લેવા આવેલા રામપતક નામના યુવાનને તા. ૯.૭ ના ઢળતી બપોરે ‘તારા થેલામાં ગાંજો છે’ તેમ કહી સીદીક નામના ઇસમે આ યુવાનની તલાશી લેવાનું શરૂ કર્યું તે દરમિયાન તેની પાસેથી રૂ. ૩૦૦૦ ની લૂંટ કરી તેના જમણા હાથની નસ છરી વડે કાપી ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે તેને પકડી પડ્યા બાદ આજે સવારે બનાવવાડી જગ્યાએ આ આરોપીને લઇ જઇ તેનાથી બનાવનું પુનરાવર્તન કરાવી તેને ત્યાં જ ઉઠક બેઠક કરાવી ચાવલા ચોક સુધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ નજારો જાવા લોકોના ટોળા ભેગા થયા હતા. બાદમાં તે શખ્સને ભરતનગર બાજુ લાઇ જઇ ત્યાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.