ભુજમાં પતિ-પત્ની ના વિવાદમાં પિતા સાથે રહેતી પુત્રી નો અપહરણ.

તા :૧૧.૭.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં જૂની રાવળવાડી વિસ્તારના ગાયત્રી ગરબી ચોક પાસે રહેતા રિતેશગર જેરામગર અને તેમની પત્ની ના વિવાદમાં પિતા સાથે રહેતી પુત્રીને પત્ની જબરદસ્તી ઉપાડી લઇ ગઈ હતી. જે મામલે તેના પિતાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસને તેમની પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી પોતાની પુત્રીનો કબ્જો પરત આપવાની માંગણી કરી હતી. ફરિયાદની અરજીમાં જણાવ્યા અનુસાર બીજા પુરુષ સાથે તેની પત્ની ના સંબંધ હોવાથી બે મહિના પહેલા જ પોતાના બંને સંતાનોને છોડીને ચાલી ગઈ હતી. તે દરમિયાન બંને સંતાન પિતા પાસે જ છે ત્યારે ગઈ કાલે તેમની પુત્રી ઘર પાસે સાયકલ ચલાવી રહી હતી ત્યારે તેની પત્ની તેનું અપહરણ કરી ગઈ હતી. માસુમ પુત્રી ને તેની માતા ગેરમાર્ગે લઇ જવાના પ્રયાસો કરશે તેવા ડરથી તેના પિતાએ પોતાની પુત્રી પરત મેળવવા ની માંગણી કરી હતી. છેલ્લા લાંબા સમયથી પોલીસને અરજીઓ અને ફરિયાદો આપી હોવા છતાં કોઈ પણ યોગ્ય પગલાં લેવાયા નથી અને પુત્રીને જબરદસ્તી સાથે લઈ જવા મામલાને પણ પોલોસે પોલીસે ગંભીરતાથી ના લીધો હોવાનો તેમણે આરોપ મુક્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.