ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

ભુજ, તા.૧૨ : શહેરમાં ભીડનાકા બહારના વિસ્તારમાં દાદુપીર રોડ ખાતે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને સ્થાનિક પોલીસે દરોડા પાડી ઝડપી પાડયા હતા અને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર બી-ડિવિઝન પોલીસ ગત મધ્યરાત્રિએ આ દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમવાના આરોપસર ભુજના ઇબ્રાહિમ મામદ ગગડા, પ્રવીણ ગૌરીશંકર ગોર, હુશેન ઇબ્રાહિમ મોખા અને મુકદર હાસમ સમાને પકડ્યા હતા. શખ્સો પાસેથી રૂ. ૪૦૧૦ /-રોકડા કબ્જે કર્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.