અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને મધ્યપ્રદેશથી શોધી કાઢતી અંજાર પોલીસ

2e7022f5-00ec-4f1d-a224-ed658772e310

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી મયુર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન નોધાયેલ ગુ. ૨. ન. ૧૧૯૯૩૦૦૩૨૨૦૩૫૩/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુન્હા કામે ફરિયાદી શ્રી ની સગીર વયની દીકરીનુ આરોપી રાહુલ ભીમરાવ ભાલેકર ઉ.વ.૨૮ ધંધો. મજૂરી રહે. સુપર એપ, સારની થાના.સારની જી.બેતુર (મધ્ય પ્રદેશ) વાળો ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ઉપરોક્ત ગુન્હો કરેલ જે ગુના કામે અંજાર પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડુ સાહેબે ભોગબનનાર અપસ્ત બાળકી તથા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ રહી ટેકનીકલ સ્ટાક્ની મદદ મેળવી ભોગ બનનારની તથા આરોપીની તપાસ કરતા તેઓનું લોકેશન મધ્યપ્રદેશ હોવાની હકીકત મળતા તાબાના પોલીસ કર્મચારીઓને તપાસમાં મોકલાવી તેઓને સુચનાઓ આપી મજકુર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આરોપીને ઉપરોકત ગુન્હા કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી –

રાહુલ ભીમરાવ ભાલેકર ઉ.વ.૨૮ ધંધો.મજૂરી રહે.સુપર એપ, સારની થાના.સારની જી.બેતુર (મધ્ય પ્રદેશ)

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર