ભચાઉ ટાઉન વિસ્તારમાં ચાલતી ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશીદારૂના હડ્ડાઓ બંધ કરાવવા આપેલ કડક સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓની ખાનગી બાતમી આધારે ભચાઉ સર્વોદય સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતી ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી: કરશનભા નારસંગભા ગઢવી રહે. સર્વોદય સોસાયટી ભચાઉ મુદ્દામાલ: (૧) દેશી દારૂ લીટર ૬૦ કિ.રૂ.૧૨૦૦/ (૨) દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર ૨૦૦ કિ.રૂ.૪૦૦/ (૩) દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૮૦૦ કિ.રૂ.૧૬૦૦/ (૪) એલ્યુમીનીયમના ગમેલા નંગ ૦૨ કિ.રૂ.૨૦૦/ (૫) કરણફૂલ નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦/ કુલ્લે કિ.રૂ: ૩૪૦૦/

      આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ભચાઉ