નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવતા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતી.તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનના પ્રોહી.ગુ.૨.૫. ૨૯૩/૨૦૨૨ પ્રોહી.ક. ૬૫એ,ઈ,૧૧૬બી વિગેરે મુજબના ગુના કામેનો નાસતા ફરતા આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો ભરતસિંહ જાડેજા ને ગળપાદર ખાતેથી આરોપીને પકડી પાડી ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. નાસતા ફરતા આરોપીનુ નામ નરેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો ભરતસિંહ જાડેજા રહે. જુની પંચાયતની બાજુમાં ગળપાદર તા.ગાંધીધામ

      આ કામગીરી લોકલ ફાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંડી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ