ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં દેશી દારૂ વેચાણ કરતા ઇસમો ૫૨ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેજ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી દારૂની પ્રવૃતિ વાળા વિસ્તારોમા કાર્યવાહી કરવામા આવેલ જેમા મીઠીરોહર ગામ ખાતે દેશી દારૂનું વેચાણ કરતા ઇસમો પર રેઇડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. (૧) લતીફ સાલેમામદ સંઘાર (૨) ઇકબાલ હુશેન ગાયા, રહે બો. મીઠીરોહર તા. ગાંધીધામ આમ કુલે દેશી દારૂ લિટ૨-૨૧ કી.રૂ. ૪૨૦/- તથા ટુ વ્હીલર એક્સેસ કી.રૂ. ૫૦૦૦૦/- કુલ્લે રૂ-૫૦૪૨૦/- નો મુદામાલ પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ