અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાંથી ઝડપાયો ગેરકાયદેસર સીપીયુ તેલનો જથ્થો

942b7448-75ba-4943-b3ba-8eefa9184307

વરસાણા સીમમાંથી ગેરકાયદેસર સીપીયુ તેલના મોટો જથ્થાને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પોલીસ તેમજ સરહદી રેન્જ ભુજ સાયબર સેલ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા વરસાણા ચોકડી પાસે શક પડતા વાહનોની ચેકીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમીનાં આધારે અંજાર તાલુકાનાં વરસાણા ગામની સીમમાં આવેલ આહિર પ્લાયવુડ કંપનીની બાજુમાં આવેલ ભરતભાઈ કરશન જરૂ ( આહિર ), રહે. છાડવારા, ભચાઉ ) વાળાનાં વાડામાં ચોરી કે છળકપટથી મેળવેલ સીપીયુ તેલ ભરેલ બેરલ નંગ ૨૬ કિ.રૂા .૪,૬૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર