ગાંધીધામ સંકુલમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓની સાથે જુગારની બદી પર તવાઈ બોલાવતી પોલીસ

ગાંધીધામ સંકુલમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓની સાથે જુગારની બદી ઉપર પણ પોલીસે તવાઇ બોલાવી, ચૂંગીનાકા નજીક ઓસવાલ ટીમ્બર પાછળ જુગટું રમી રહેલા 5 જુગારીઓને રૂ.23 હજાર રોકડ સાથે ઝડપી લીધા હતા
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ કરતા ચૂંગીનાકે પહોંચી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓસવાલ ટીમ્બર પાછળના ભાગે દિવાલ નજીક ખુલ્લામાં અમુક ઇસમો જુગટું રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા ફારૂક અબ્દુલ ખાઇરૂલઇસ્લામ, રાજેશ પ્રભુભાઇ મુસાર, બીશ્વનાથ સાદૂન દાસ, સુનિલ અમરતલાલ પટેલ અને કિશોર નારાણભાઇ બારોટને 23,580 રોકડ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ