બાલાસરા અને આદિપુરમાંથી અડધો લાખની રોકડ રકમ સાથે જુગારી ઝડપાયા.

રાપરના બાલાસરા અને આદિપુર માં બે અલગ અલગ દરોડામાં પોલીસે ફુલ્લ ૪૭,૫૭૦/- રૂ. ની રોકડ રકમ સાથે ૧૦ આરોપીની ધરપકડ કરી છે.
રાપરની બાલાસરા પોલીસે બાલાસરાથી દજાવાંઢ તરફ જતા કાચા રસ્તા પર જાહેરમાં રાત્રે એક વાગ્યે ગંજીપાનાથી જુગાર રમતા રામજીભાઈ ભલાભાઈ મારાજ, રણમલભાઈ રૂપાભાઈ કોલી, અને સિદ્ધરાજસિંહ ભાણજીભા વાઘેલાને ૪૪,૫૫૦/- રૂ. ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજી તરફ આદિપુર પોલીસે અંતરજાળ નજીક આશાપુરા હોટેલ સામે વેરાઈ મંડપ પાસે ખુલામાં તીનપતિનો જુગાર રમતા જયેન્દ્રકુમાર પ્રહલાદ માકાસણા, જયેશ ભગવનભાઈ આહીર, મનોજ ડાયાભાઇ સોલંકી, અને હેમંત વજેરામ ગઢવીને ૧૭૪૦/- રૂ. ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. અને આદિપુર બોય્ઝ હોસ્ટેલ સામે બાવળની ઝાડીમાં ગંજીફા થઈ તીનપતિ નો જુગાર રમતા અવધેશ ભરતભાઇ ચૌહાણ, જીતુ ધનજીભાઈ સંજોટ અને મોનુ મુકેશભાઈ સિંધ ને પોલીસે ૧૨૮૦/- રૂ. રોકડ રકમ સાથે ઝડપી પડ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.