ભુજ SOG એ કોલસા ભરેલી શંકાસ્પદ ટ્રક સાથે એક શખ્સ ઝડપ્યો.

કચ્છમાં ગાંડા બાવળમાંથી ગેકાયદેસર કોલસાનો કારોબારની બાતમી ના આધારે પશ્ચિમ કચ્છ SOG એ ભુજ માંથી એક ટ્રકમાં લઇ જવાતા ૨૦૦બોરી કોલસાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી ભુજ SOG ને બાતમી મળી હતી કે ભુજના એરપોર્ટ રોડ નજીકથી એક ટ્રક ગેરકાયદેસર કોલસાના જથ્થા સાથે પસાર થઈ રહી છે જે આધારે વોચ ગોઠવી ટ્રક પસાર થતા તેના ચાલકની પૂછપરછ કરી હતી. જોકે તેની પાસેથી કોલસાની ૪૦કિલો ની ૨૦૦ બોરીઓ અંગેના પુરાવા કે કોઈ સંતોષ કારક જવાબ ન મળતા SOG એ તેની અટકાયત કરી હતી. સંક સ્પદ ચોરાઉ કોલસાના જથ્થા સહિત 3,40000 ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક નાલેમીઠા આમદ સુમરાની પોલીસે ધરપકડ કરી છે. અને આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.