ત્રણ માસ પુર્વે વરતેજ જી.આઈ.ડી.સી માંથી એક વૃધ્ધ મહીલાને નશાકારક પિણુ પિવડાવી ચાંદીના ઘરેણા ચોરીનો ભેદ ઉકેલી રૂ.૪૧,૫૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૦૮/૦૨/૨૦૨૨નાં રોજ ભાવનગર, વરતેજ, ઈન્દીરાનગરમાં રહેતા બબીબેન વા/ઓ જીવાભાઈ વાદીએ ફરિયાદ દાખલ કરાવેલ કે, ગઇ તા.૦૭/૦૫/૨૦૨૨નાં રોજ તે વરતેજ જી.આઈ.ડી.સીમાં મધુસીલીકા કંપની આજુબાજુમાં લોખંડનો ભંગાર વિણતા હતા. તેવામાં એક અજાણ્યા છોકરાએ તમારા માટે ચા લાવેલ છું. તેમ કહી પ્લાસ્ટીકના કપમાં ચા પીવડાવેલ. ચા પિધા બાદ તેઓને ચક્કર અને ઘેન ચડવા લાગતા સુઈ ગયેલ. અને ભાનમાં આવેલ તો પોતે પહેરેલ ચાંદીના છડા અને કડલા જોવામાં આવેલ નહી. જેથી આ બનાવની જાણ વરતેજ પોલીસ સ્ટેશન કરેલ. આ ગુન્હાની તપાસ એમ.એસ. જાડેજા પો.સબ ઇન્સ., વરતેજ પોલીસ સ્ટેશન, ભાવનગર નાંઓએ સંભાળેલ હતી.
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબનાઓએ પરિસ્થિતીની ગંભીરતા ધ્યાને લઇ આ ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગરનાં પોલીસ ઇન્સ. એસ.બી. ભરવાડ, પો.સબ ઇન્સ. પી.આર. સરવૈયા નાંઓને સુચના આપેલ.
આ ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી તપાસ શરૂ કરેલ. અને આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરવામાં આવેલ. આ તપાસ દરમ્યાન આજરોજ હેડ કોન્સ વિટ્ઠલભાઈ બારૈયા તથા પો.કોન્સ ઈમ્તિયાઝખાન પઠાણને બાતમીરાહે માહિતી મળી આવેલ કે, ભાવનગર, નારી ચોકડી, પોલીસ ચોકી પાસે વાલાભાઇ તથા રાજુભાઇ ઉર્ફે નાજાભાઇ નામનાં બે દેવીપુજક માણસો ચાંદીનાં દાગીના વેચાણ કરવા માટે જાય છે. જે માહિતી આધારે તપાસ કરતા તેઓ બંન્ને પાસે થી નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવતા શક પડૅતી મિલ્કત Cr.p.c.102 મુજબ કબ્જે કરેલ.
પકડાયેલ આરોપીઓ
( 1. ) વાલાભાઇ સ/ઓ ભાણાભાઇ ખોડાભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો-છુટક મજુરી રહે.મુળ-રાધે શ્યામ સોસાયટી, શીતળામાતાનાં ઢોરા પાસે, હાથસણી રોડ, સાવરકુંડલા જી.અમરેલી હાલ- જલારામ મંદીરની પાછળ,તારાપુર ચોકડી, આણંદ રોડ, જી.આણંદવાળા પાસે થી માછલી તથા વેલની ડિઝાઇનવાળા વજન ૪૯૮ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૩૧,૦૦૦/-નાં ચાંદીનાં કડલા નંગ-૨
( 2. ) રાજુભાઇ ઉર્ફે નાજાભાઇ સ/ઓ લાલાભાઇ ધારમલભાઇ વાઘેલા/વેડવા દે.પુ ઉ.વ.૩૫ ધંધો-કડીયાકામ તથા છુટક મજુરી રહે.મુળ-બાપા સીતારામની મઢુલી નેરા પાસે,નાવલી આસોપાલવ સોસાયટી આગળ, તા.સાવરકુંડલા જી.અમરેલી હાલ-ઝુપડામાં,રેલ્વેનાં પાટા પાસે, એસ્ટ્રોન ચોક,રાજકોટવાળા પાસે થી સાંકળી ડિઝાઇનવાળા લોક પાસે VJO લખેલ વજન ૧૬૯ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧૦,૫૦૦/- ચાંદીનાં છડા જોડ-૧
ઉપરોક્ત બંન્નેની પુછપરછ કરતા સાડા ત્રણેક માસ પહેલા વરતેજ જી.આઈ.ડી.સી મધુ સીલીકા પાસેથી એક મોટી ઉંમરના માજીને ચામાં ઘેનની ગોળીઓ પીવડાવી આ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ.
આમ, ભાવનગર,એલ.સી.બી. ટીમે કરેલ અથાગ પ્રયત્નોનાં પરિણામ સ્વરૂપ આ અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં ભાવનગર પોલીસ ને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર. સરવૈયા,પો.હેડ કોન્સ. વિટ્ઠલભાઈ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેંદ્રભાઈ ચૌહાણ, ભહીપાલસિંહ ચુડાસમા, પો.કોન્સ. સંજયભાઈ ચુડાસમા, ઇમ્તીયાઝખાન પઠાણ
રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર