ભુજમાં સાંજે એક ઇંચ સાથે અન્ય ગામોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો.

ભુજમાં લાંબા સમયથી વાટ જોવડાવ્યા બાદ કચ્છમાં મેઘરાજાએ આગમન કર્યું . મંગળવારે વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું વરસ્યા બાદ દિવસભર વાદળોની હાજરી જોવા મળી હતી. સાંજે ૬:૩૦ પછી મેઘરાજાએ ધોધમાર અંદાજમાં વરસવાની શરૂઆત કરી હતી. પોણો કલાક સુધી સતત ચાલુ રહેલા વરસાદમાં એક ઇંચ જેટલી મહેર વરસાવતા એક દિવસમાં દોઢ ઇંચ વરસાદ ભુજમાં નોંધાયો હતો. જેથી ભુજ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયો હતો. માંડવીમાં સાંજના ૮ વાગ્યા સુધીમાં ૮૧ મિલીમીટર વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ નખત્રાણા ના પાવરપટ્ટી અને ભુજ તાલુકાના વિવિધ ગામોમાં પણ સાંજે ધોધમાર ઝાપટા વરસ્યા હતા.
ભુજના દેશલપર વાંઢાયમાં દોઢ કલાકમાં ધોધમાર અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તથા ભુજ તાલુકાના નથ્થકુઈ, સુમરાસર, સહિતના ગામોમાં પણ બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. કંટ્રોલ રૂમના આંકડા અનુસાર સાંજે છ થઈ આઠ વાગ્યા દરમિયાન ભુજમાં વધુ એક ઇંચ સાથે આજનો કુલ વરસાદ ૩૫ મિલીમીટર પાર પહોંચ્યો છે. તો લખપતમાં દયાપર સહિત ના ગામોમાં સાંજે ઝરમારરૂપે મેઘરાજાનું આગમન થયું હતું. અહીં ૬ થી ૮માં ૮ મિલીમીટર અને ગાંધીધામમાં પણ દિવસભરના વરસાદ ૩૧ મિલીમીટર પાર પહોંચ્યો હતો. શહેરના સુભાષનગર અને સપનાનગરમાં બે ગાયો ના મોત નિપજ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.