ગુજરાત માટે ચાર દિવસ ભારે વરસાદની આગાઈ

છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ભાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. જેના પાણી હજુ સુકાયા નથી ત્યાં હવામાન વિભાગે ગુજરાત હજુ ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે 18 જુલાઈ મધ્ય ગુજરાતના પંચમહાલ, વડોદરા, આણંદ જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *