ગણતરીના દિવસોમાં કોલસા ચોરી કરનાર ગેંગને પક્ડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી કંડલા મરીન પોલીસ


આજરોજ પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ. શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર નાઓએ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે કંડલા મરીન પોલીસ સ્ટેશન ગુ.૨.૦૦૭૫/૨૦૨૨ ઇ.પી.કો ક્લમ ૩૭૯ વિગેરે મુજબ નો ગુનો જાહેર થયેલ જે ગુના કામે કંડલા પોર્ટ ACT કંપનીનો પેટકોક કોલસો આશરે ૧૯ ટન કિ.રૂ.૪,૩૭,૦૦૦ ની ચોરી કરી ગુનો કરેલ હોય જે શોધી કાઢવા માટે પી.આઈ શ્રી એમ.એમ.જાડેજા નાઓના તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે આરોપીઓને રાઉન્ડ અપ કરી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી કોલસા ચોરી કરનાર ગેંગને પકડી પાડેલ છે. આરોપીઓ કોલસો ખરીદ કરનાર (અયુબ ભચુ કેવ૨ ABC કંપની તથા હમજા પાર્કિંગ માલીક) (૧) ગુલામ હુશેન હાજી જીતે-કેવર ઉ.વ.૩૯ રહે. સેક્ટર–૨ પ્લોટ નં.૮ ગાંધીધામ (કોલસો પોર્ટની અંદર ભરાવી તથા બહાર કઢાવી આપનાર) (૨) અલ્લાહ જુસબ જાતે-કટીયા ઉ.વ.૨૬ રહે. ગામ-શેખ ફળીયુ ખારીરોહર (3) દિલીપ ઉગમારામ ચોરઠીયા ઉ.વ.૨૨ રહે. સર્વા ઝૂંપડા, રામદેવપીર મંદીરની પાસે, કંડલા (કોલસો કઢાવી વેચાણ કરવા સારૂ કોન્ટેક્ટ કરાવનાર) (૪) નૂરમામદ ઉર્ફે ભૂરી મામદ નિંગામા ઉ.વ.૨૬ રહે. ઇફ્કો ઝૂંપડા, નવા કંડલા તા.ગાંધીધામ (કોલસો બહાર નિકળ્યા બાદ ગુલામ પાસે હમજા પાર્કિંગમાં પહોંચાડવા માટે) (૫) આદમ ઉર્ફે ગટ્ટો બાવલા કોરેજા ઉ.વ.૨૭ રહે. ખારીરોહર, શેખ ફ્ળીયું તા.ગાંધીધામ (૬) અબ્દુલ ઉર્ફે અભલો મામદ ભટ્ટી રહે. ખારીરોહર, કબરા કોલોની તા.ગાંધીધામ
આ કામગીરીમાં પો.ઇન્સ શ્રી એમ.એમ.જાડેજા તથા હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ.અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર, ઉદયસિંહ સોલંકી, દેવરાજભાઇ પટેલ જોડાયેલા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ