માંડવીમાં સગપણ તૂટ્યા બાદ પણ દીકરી ના ફોન પર વાત કરવાના મામલે છોકરાને માર મરાયો.

તા :૧૩.૭.૧૮ : નો બનાવ
માંડવીમાં મહમદ રમજુભાઈ રાયમા (ઉ.વ.૨૫, રહે. અંજાર મારુતિનગર ૭૮-બી) ના સગપણ એક વર્ષ અગાઉ ફરીદાબેન અલીમામદ રાયમની દીકરી અહેમાન સાથે થયા હતા. જે પાછળથી તેઓને કોઈપણ અગમ્ય કારણોસર સગપણ તોડી નાખેલ ત્યારબાદ પણ મહમદ તથા અહેમાન વચ્ચે મોબાઈલ ફોન ઉપર વાતચીત ચાલુ હતી જેની જાણ અહેમાનના ઘરવાળાઓને થતા તેની દાઝ રાખી તેઓએ ફરિયાદીને ધવલપાર્ક પોતાના ઘરે બોલાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સમસૂલ હારુન રાયમા, ફરીદાબેન આલીમામદ રાયમા,હાજીભાઈ, અલતાફ રાયમા, અશરફ રાયમા, અને અક્રમ અલીમામદ રાયમએ એક સંપ કરી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પાવડાના હાથા વડે માર મારી તેની પાસેથી બે મોબાઈલ ફોન 1.એપ્પલ આઈફોન-5 તથા 2. એમઆઈનોટ-5 કી.રૂ. ૨૫,૦૦૦/-ના બળ જબરીથી કાઢી લઇ ફરિયાદીને બેભાન થાય ત્યાં સુધી માર મારી કોઈ વાહનમાં લાઇ જઇ રસ્તા ઉપર બેભાન હાલતમાં ફેંકી દઈ દુનો કરવામાં એકબીજાની મદદ કરી હતી. મહમદ બેભાન હાલતમાં હોવાને કારણે ફરિયાદ તા.૧૮.૭.૧૮ ના માંડવી પોલીસ સ્ટેશને કરેલ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.