ચોરીનાં ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ. આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમી આધારે ભાવનગર, એસ.ટી. બસ સ્ટેન્ડ, મેઇન ગેટ પાસેથી રતનસીંગ ઉર્ફે દિગુ S/O સુરેશભાઇ રણજીતભાઇ ઠાકોર ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.મુળ-બાલ મંદિર પાસે, ફતેહપુરા દરવાજા, ગાયત્રીનગર, ખંભાત જી.આણંદ  હાલ-અવેડા પાસે, કુંભારવાડા, ભાવનગરવાળા પાસેથી ખાખી કલરનાં પાકીટમાંથી રૂ.૨,૦૦૦/- તથા જયવંતસિંહ બાબભા સરવૈયાના ડ્રાયવીંગ લાયસન્સ તથા કાર રજી. નંબર-GJ-04-CA 2821 ની આર.સી.બુકની નકલ મળી આવેલ. જે પાકિટ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનુ જણાય આવતાં શક પડતી મીલ્કત ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુરને હસ્તગત કરી પાકિટ અંગે પુછપરછ દરમ્યાન તેણે ઉપરોકત પાકિટ ગઇ કાલ મોડી રાત્રીનાં સર.ટી.હોસ્ટપીટલમાં ટ્રોમા સેન્ટરની બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી પાકીટ લઇ લીધેલ હોવાનુ જણાવેલ. જેથી તેને નિલમબાગ પો.સ્ટે ખાતે સોંપી આપવામાં આવેલ. આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા, કિરીટભાઇ પંડયા, ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્દભાઇ ચૌહાણ, સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર